મોરબીમાં ચોરાઉ બાઈક સાથે 2 ઇસમો ઝડપાયા

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક સંતકૃપા હોટેલ પાસેથી મુકેશભાઇ ધુળાભાઇ ડાભી અને છેલા રણછોડ ચાવડાને ચોરાઉ બાઈક પાસેથી પકડી પાડ્યા હતા. આ બન્ને ઇસમે  લક્ષ્મીનગર – ભરતનગર વચ્ચે આવેલ ક્રિષ્નલીલા હોટલમાથી બાઈક તસ્કરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બન્ને ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. તેમજ ચોરાયેલ રૂ.25 હજારની કિંમતનું બાઈક પણ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.