વાંકાનેરમાં મંદિર પાસે બાઇક રાખવા મામલે યુવાન પર લાકડી વડે હુમલો

વાંકાનેરમાં દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયેલા યુવાનને એક શખ્સે બાઈક અહીં કેમ પાર્ક કર્યું છે કહી કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા યુવાનને સાત જેટલા ટાંકા લેવા પડયા હતા. આ ઘટના અંગે યુવાને શહેર પોલીસમાં ફરિયાદ લખાવતા  પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં દરબારગઢ નજીક અપાસરા શેરીમાં રહેતા કંસારા યુવાન ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગી દરબારગઢ વાળી શેરીમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે મંદિર નજીક બાઈક પાર્ક કરતા અનિરૂધ્ધસિંહ ઝાલા નામનો ઈસમ નજીક આવ્યો હતો અને અહીં બાઈક કેમ પાર્ક કર્યું બાઈક લઈ લે તેમ જણાવ્યુ હતું. જેથી ફરિયાદી ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગીએ દર્શન કરીને હું જતો રહીશ તેમ કહેતા જ અનિરુદ્ધસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. અને ઘનશ્યામભાઈને કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા કપાળમાં ટાકા લેવા પડયા હતા. બનાવ અંગે ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.