ટંકારા પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે ચાર નિશાચરોને લતીપર ચોકડી પાસેથી પકડી લીધા

ટંકારા નજીકની લતીપર ચોકડી પાસેથી ટંકારા પોલીસ ચાર નિશાચરોને ઝડપી પાડી  પંથકની ૨ તસ્કરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલી બેલડી કબૂલાત બાદ પોલીસ બંને તસ્કરીમાં સંડોવાયેલા અન્ય ૨ નિશાચરોને પણ ઝડપી લીધા છે. પોલીસ ૧,૬૫,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે લતીપર ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં ૨ ઈસમ જોવા મળ્યા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.