વિરપર ગામની નદીના વોંકળા પાસે જાહેરમાં જુગાર રમત ૩ ઇસમોને ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ પંથકના વિરપર ગામની નદીના વોંકળામાં જુગાર રમતા ૩ ઈસમને રોકડ રૂ.૧,૫૨૦ સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે ટંકારા પોલીસ જુગાર દરોડો પાડતા વિરપર ગામની નદીના વોંકળા પાસે હારજીત માટે તીનપતીનો જુગાર રમત ૩ ઇસમો ઝડપાયા હતા. જેમાં પ્રભુ પરશોત્તમ ઉઘરેજા જાતે કોળી, મગન ભાણા રાકાણી તેમજ રવજી રતા બાવરવાનો સમાવેશ થતો હોવાનું પોલીસ જમાદાર વી. એન. બારે જણાવ્યું હતું. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.