ભચાઉ પોલીસે ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તરફથી જિલ્લામાં વાહન તસ્કરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢી તે કામેના આરોપી ઝડપી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે પોલીસ ઇન્સ. આર.આર.વસાવા સાથેના પોલીસ સ્ટાફના માણસો ભચાઉ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમિયાન પોલીસ ઇન્સ. આર.આર.વસાવાને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક શખ્સ તસ્કરીનું અથવા છળ કપટથી મેળવેલ મોટર સાયકલ લઇને ભચાઉ માનસરોવર ફાટકથી ભવાનીપુર બાજુ આવી રહેલ છે. જે બાતમી આધારે ભચાઉ કોલીયાસરી ત્રણ પાસેથી દિનેશ જીવાભાઇ ભીલ(ઉ.વ. 24) મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે.ભીમાસર, તા.અંજાર)ને નંબર પ્લેટ વિનાની મો.સા. સાથે ઝડપી પાડી તેના રજી કાગળો તેમજ આધાર પુરાવાની માંગણી કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પોકેટ એપ મોબાઇલથી એન્જીન/ચેસીસ નંબરથી સર્ચ કરતા ૠઉં-12-ઇઊં-4570 વાળું ઇશાક દાઉદ કુંભાર (રહે. મોટી ખેડાઇ તા. અંજાર) ના નામે રજી. થયેલ હોઇ મોટર સાયકલના માલીકની તપાસ કરતા મોટર સાયકલ થઇ ગયેલાનું જણાવેલ જેથી મજકુર શખ્સની વધુ પુછપરછ કરતા અંજારથી તસ્કરી કર્યાની કબુલાત આપતા સી.આર.પી.સી. કલમ મુજબ જપ્ત કરી શખ્સને સી.આર.પી.સી. કલમ મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.