મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં યુવાનનું બાઇક ચોરી થયું

મોરબી તાલુકાના ટીંબડી પાટિયા પાસે રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા એક યુવાનનું રૂ.૩૫ હજારની કિમતનું બાઇક કોઈ તસ્કરી કરી ગયાની મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. મૂળ હરિયાણાના રહીશ હાલ મોરબી પંથકમાં ટીંબડી પાટિયા પાસે રહેતા જયભગવાન વિજયકુમાર શર્મા નામના યુવાને પોતાનું જીજે ૩૬ એન ૧૫૫૨ નંબરનું બાઇક લક્ષ્મીનગર ગામ નજીક નેશનલ હાઇવે પર આવેલા શ્રી યુ.પી. બિહાર રોડ કેરિયર નામના ટ્રાન્સપોરની ઓફિસ નીચે પાર્ક કર્યું હતું. જ્યાંથી આ બાઇક કોઈ વાહન તસ્કર ચોરી કરી ગયો છે. તપાસના અંતે બાઇક ક્યાંય ન મળતા જય ભગવાને મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવતા પીએસઆઈ વી. જી. જેઠવા દ્વારા વધુ તજવીજ હાથ ધરાઇ છે.