વાંકાનેર પંથકમાંથી છરી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

વાંકાનેર તાલુકા પોલીસ ગુનો કરવાના ઇરાદે છરી સાથે રખડતાં એક ઈસમને વાંકાનેર પંથકમાંથી ઝડપી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. વાંકાનેર પોલીસ સ્ટેશનથી ૧૬ કિમી દૂર તાલુકાના એરાકોન સિરામિક પાસેથી વનરાજ ઉર્ફે સોંઢો કના કાંજિયા નામના ઈસમને શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપી તેમની તલાશી લેવાઈ હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.