લીંબાળા ગામની ધાર વિસ્તારમાં આધેડ પર નજીવી બાબતે ૪ ઇસમોનો ધારીયા વડે હુમલો

લીંબાળા ગામની ધાર વિસ્તારમાં એક આધેડ પર ૪ ઇસમોએ ધારીયા વડે હુમલો કર્યાની વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર લીંબાળા ગામની ધાર વિસ્તારમાં શેરીઓમાં છોકરા રમતા હતા. ત્યારે દેવાભાઈ શામજીભાઇ સતરોટિયાના પુત્ર ને સંઘા પ્રેમજી સિતાપરાએ ઝાપટ મારી લેતા વાત ઘરે પહોંચી હતી અને દેવાભાઈએ મારા પુત્રને કેમ ઝાપટ મારી તેવું પૂછતાં સંઘા પ્રેમજી સિટીઆપર, દેકા મજી, ભરત ઉર્ફે ગઢવી પ્રેમજી અને જિતા દેકા એમ ચારેએ એક સંપ કરી ઢીકાપાટુનો માર મારી અને ભરતે દેવાભાઈ પર ઉંધા ધારીયા વડે હુમલો કરી ઇજા કરી હતી. બનાવની વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ લખાવતા એ.એસ. આઈ. નરશીભાઈ લાવડિયાએ હુમલાખોરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.