જામનગરમાં ઉદ્યોગનગરમાં મોટરસાયકલની ટક્કરે આધેડનું મૃત્યુ

જામનગરના ઉદ્યોગનગર કેરોસીનના ડેપા પાસે ડીલક્ષ પાનની સામેથી પુરઝડપે પસાર થતા કાળા કલરના જીજે-10-ડીસી-7039 નંબરના મોટરસાયકલના ચાલક રાજુ આહિરે પોતાની ગાડી પુરઝડપે બેફિકરાયથી ગફલતભરી રીતે ચલાવી દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગણપતિ દાદાના મંદિર પાસે રહેતા શાંતીલાલ મેઘજીભાઈ ઘુકેરાને જોરદાર ટક્કર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં આધેડ શાંતિલાલને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતું હતું. આ બનાવ અંગે જાણ થતા સીટી સી ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતકનું પીએમ કરાવી મૃતકના મોટાભાઈ મહેશભાઇ મેઘજીભાઇ ઘુકેરાએ આરોપી બાઈકચાલક રાજુ આહીર સામે ફરિયાદ લખાવતા તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.