મોરબી અને સુરેન્દ્રનગરમાં બાઈકતસ્કરી કરનાર 3 સાગરીતો ઝડપી પડાયા

મોરબી તાલુકા પોલીસની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. તે દરમિયાન લાલપર ગામ પાસે આવેલા સંતકૃપા અર્થ મુવર્સ નજીક એક શંકાસ્પદ બાઈકને રોકી તેની પાસે બાઈકના કાગળ માગ્યા હતા. જોકે તેની પાસે કાગળ ન હોય તેમજ બાઈક પણ નંબર પ્લેટ વિનાનું હોવાથી તસ્કરીનું બાઈક હોવાની શંકાએ પોલીસે પોકેટકોપની મદદથી ચેસીસ નંબર આધારે તપાસ કરતા બાઈક તસ્કરીનું હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે મુકેશ ઘુડા ડાભી તેમજ રમેશ મેરા પરમારને પકડી પાડ્યા હતા અને તેની પાસેથી તસ્કરીનું બાઈક કબ્જે કરી પૂછપરછ કરી હતી. જેમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આઠ બાઈક તસ્કરી કરી હોવાની અને તેમની સાથે અન્ય એક સાગરીત પણ સામેલ હોવાની કબૂલાત આપતા પોલીસે મુકેશ ઘુડા ડાભી તેમજ રમેશ મેરા પરમાર અને સેલાભાઈ રણછોડભાઈ ચાવડાની અટક કરી કાયદેસરની તપાસ હાથ હતી.