મકરાણીવાસમાં જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમાડતા ઈસમ ઝડપાયો

મોરબીના મકરાણીવાસમાં જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમાડતા ઈસમને પકડી પાડ્યો હતો. બાતમીના આધારે મકરાણી વાસમાં સિટી એ ડિવિઝન પોલીસ કાફલો ત્રાટક્યો હતો. પોલીસ શહેરના મકરાણી વાસમાં જાહેરમાં વરલી ફિચરના આંકડાનો જુગાર રમાડતા ઈસમને ઝડપી પાડી તેની સામે ધોરણસરની તપાસ હાથ ધરી હતી.