કાલાવડના નવાગામથી સ્થાનિક પોલીસે એક શખ્સને 18 બોટલ શરાબ સાથે ઝડપી લીધો

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામથી સ્થાનિક પોલીસે એક આદિવાસી ઈસમને પકડી પાડી તેના કબજામાંથી 18 બોટલ શરાબ જપ્ત કર્યો છે. જયારે જોડિયા તાલુકાના કેશીયા ગામેથી શરાબ સાથે એક ઈસમને પોલીસે પકડી પાડી પ્રોહીબીશનધારાઓ મુજબ તજવીજ કરી છે.