ભુજપર અને સુખપર રોડ વચ્ચે કારની ટક્કરે બાઇક ચાલકને ઇજા

ભુજપર અને સુખપર રોડ વચ્ચે કારની ઠોકરે બાઇક સવારને ઇજાઓ પહોચતા કાર ચાલક સામે ફરિયાદ લખાવાઇ હતી. ભચાઉ હાઇવે પર ભુજપર અને સુખપર રોડ વચ્ચે કાર હડફેટે રાજેન્દ્રસિંહ તોમર અને તેનો ભાઈ અનિલ કુમાર ઘવાયા હતા. બનાવ પગલે બાઇક ચાલકે જીજે 23 બીએલ 6806 નંબરના કાર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. બનાવ અંગે દુધઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.