અંજારમાં ધોળા દિવસે દુકાન પાસેથી બાઇકની તસ્કરી

અંજારમાં વેપારીએ દુકાન પાસે રાખેલું તેમનું બાઇક ધોળે દિવસે માત્ર અડધા કલાકમાં જે તસ્કરી થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અંજાર જમનાપાર્ક 1 માં રહેતા કપડાના વેપારી વિજયભાઈ સોરઠિયાએ લખાવેલી ફરિયાદમાં દેવજીભાઈ જણાવ્યા અનુસાર 7/2ના બપોર અરસામાં તેમના ભત્રીજા સાહિલે માલાશેરીમાં આવેલી બાલગોપાલ રેડીમેડ દુકાન પાસેથી રૂ. 25 હજારની કિંમતનું બાઇક પાર્ક કર્યું હતું. બપોરના અરસામાં તેઓ બસ સ્ટેશન જવા બહાર આવ્યા ત્યારે બાઇક એન દેખાતા આસપાસ શોધખોળ કરી હતી. ત્યારબાદ જાતે તપાસ કરી પરંતુ બાઇક ન મળતા આ અંગે તેમણે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.