માળીયાના શખ્સને કોબા વાંઢ પાસેથી ધારદાર છરી સાથે એક ઇસમ ઝડપાયો

માળીયા મિયાંણા પંથકમાં કોબા વાંઢ જવાના રસ્તેથી માળીયા મિયાણા પોલીસ કે ઈસમને ગેરકાયદેસર રીતે નેફામાં ભરાવેલી ધારદાર છરી સાથે ઝડપી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. માળીયા મિયાંણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે કોબા વાંઢ ગામ બાજુ જવાના રસ્તેથી ઇકબાલ વલીમામદ ભટ્ટી નામનો ઈસમ શકાસ્પદ હિલચાલ સાથે ઝડપાયો હતો. પોલીસ તેની તલાશી લેતા તેમની પાસેથી ધારદાર છરી મળી હતી. સરકાર તરફે પો. કો. સંજયભાઇ રાઠોડે ફરિયાદી બની ઇકબાલ સામે હથિયાર બંધી જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. ઇકબાલે શા માટે તેમની પાસે છરી રાખી હતી. તે બાબતે હેડ કોન્સ્ટેબલ એચ. એમ. મકવાણા દવારા તપાસ હાથ ધરાઇ છે.