વાંકાનેરના સરતાનપર રોડ પરથી ૨ કિલો ગાંજા સાથે બે સાગરીતો પકડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ગાંજાનું વેચાણ કરનાર બે સાગરીતોને એસઓજી ટીમે ઝડપી પાડીને ૨ કિલો ગાંજાનો જથ્થો, મોબાઈલ અને રોકડ રકમ સહીત ૩૬ હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર રોડ પર બે સાગરીતો મહાવીર ખાણા રાજસ્થાની દાલ બાટી નામની હોટલ પાછળ રહેણાંક દુકાનમાં ગાંજો મંગાવી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેથી ટીમે સરતાનપર રોડ પર દરોડો કરતા આરોપી ધર્મેન ઉર્ફે ધરમું નંદકિશોર ઉર્ફે નંદરામ તિવારી અને સુનીલ નંદકિશોર ઉર્ફે નંદરામ તિવારીને પકડી પાડીને ગાંજો ૨ કિલોગ્રામ, મોબાઈલ નંગ ૦૨ કિંમત રૂ.૧,૫૦૦ તેમજ ડીજીટલ વજન કાંટો મળીને કુલ રૂ.૩૬,૭૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ ગાંજો જયમલસિંહ સુમેરસિંહ રાજપૂત ઉર્ફે મારવાડી પાસેથી લાવ્યાની કબુલાત આપતા બે સાગરીતોને પકડી પાડીને તેમજ ત્રીજા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, પીએસઆઈ પી જી પનારા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, પ્રિયંકાબેન પૈજા, સંદીપભાઈ માવલા તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વિઠલભાઈ સારદીયા, મયુરધ્વજસિંહ જાડેજા અને હરીશચંદ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.