દેશીદારૂના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરંભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભાગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ પ્રોહિબિશનને લગતા સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્ટનાબુદ કરવા સુચના આપેલ. જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી બી.એમ. ચૌધરી સાહેબએ આપેલ માર્ગદર્શન મુજબ આજ રોજ નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન એ.એસ.આઈ વાછીયાભાઈ ગઢવીનાઓને મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરતાં ધાવડા મોટા બસ સ્ટેશન પાસે આવેલ ગોળાઈ પાસે એક બ્લેક કલરની મારુતિ કંપનીની બ્રેઝા ગાડી રજી નંબર જીજે 12 ઈઇ 9745 વાળી માંથી દેશીદારૂની અડધા લિટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ 200, દેશી દારૂ લિટર 100 કિંમત રૂ. 2,000,મોબાઈલ નંગ 2 કિંમત રૂ.10,000, બ્લેક કલરની મારુતિ બ્રેઝા ગાડી રજી નંબર જીજે 12 ઈઇ 9745 કિંમત રૂ.6,00,000 એમ કુલ મુદામાલ કિંમત રૂ. 6,12,000 ના મુદામાલ સાથે મજકુર ઇસમો ગેમરસિંહ ભુરજી સોઢા, મહેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સોઢા, ગેમરસિંહ નથુસિંહ સોઢા, પાંચુભા જાડેજાવાળો પકડી પાડી તેના વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોલ્ટ કામગીરીમાં પો.ઇન્સ. શ્રી બી.એમ. ચૌધરી માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ વાછીયાભાઈ ગઢવી પો.કોન્સ મુકેશસિંહ પરમાર તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ બારડ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ.