ભુજ નગરપાલિકામાં ચેરમેન પદે ધારાસભ્યએ સુચવેલું નામ જ કાયમી રહ્યું.
ભુજ નગર પાલિકા અને જિલ્લા પંચાયત માં નિમાબેને સૂચવેલા સદસ્યો ભલે પ્રમુખ ના બની શક્યા પણ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે તેમણે સુચવેલું નામ જ કાયમી રહ્યું છે.
ભુજ નગર પલિકાના કારોબારી ચેરમેન પદે ભરતભાઇ રાણાની સર્વનું મતે વરણી કરાઈ છે આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભરતભાઇના નામની જાહેરાત થતા નગરસેવકોએ તેમને વધાવી લીધા હતાં.
ભરતભાઇ રાણા ભુજના ધારા સભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય ની નિકટ મનાય છે. ધારાસભ્યએ તેમનેજ કારોબારી ચેરમેન બનાવવા સૂચન કર્યું હતું. કારોબારી ચેરમેન પદ માટે ભરતભાઇ તેમજ અશોક પટેલ અને જગત વ્યાસના નામ રેસમાં ગણાતા હતા. પાલિકાના એક જૂથ પોતાના માણસને કારોબારી ચેરમેન તરીકે બેસાડવા ગઈ મોડી રાત સુધી જિલ્લા પ્રમુખ સમક્ષ રાજુઆતનો દોર ચલાવ્યો હતો. પરંતુ પક્ષે ભરતભાઇ રાણાના નામ પર લગાવેલી મોહર જ કાયમ રાખી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.