ખંભાળિયાના આરાધનાધામ પાસે અંગ્રેજી શરાબ સાથે 3 ઇસમો ઝડપાયા

ખંભાળીયા પંથકમાં પેટ્રોલિંગ વેળાએ સ્થાનિક ગુના શોધક શાખાના એએસઆઇ સજુભા જાડેજા અને ભરતભાઇ ચાવડા સહિતની ટીમને શરાબની હેરાફેરી મામલે બાતમી મળી મળી હતી. જે બાતમી મામલે પી.આઇ. જે.એમ.ચાવડાને વાકેફ કરી તેના માર્ગદર્શન હેઠળ પોલીસે જામનગર હાઇવે પર આરાધનાધામ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસ ટીમે શરાબનો જથ્થો ભરી જામનગરથી ખંભાળીયા તરફ આવતી એક ઇકો કારને અટકાવી હતી. જેની તલાશી લેતા અંદરથી વિદેશી શરબાની 60 નંગ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.24 હજારની કિંમતનો શરાબ, એક ઇકો કાર, 3 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,09,500ના માલમત્તા જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પર ઈસમ વિશાલ ગુણવંતભાઈ ગોપીયાણી, કેયુર નીતિનભાઈ સંઘવી તથા જય ધનવંતરાય વસા નામના ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ પુછપરછમાં આરોપી ઉમેશ ઉર્ફે બાબુભાઇ નાખવાનું નામ ખૂલ્યું હતું. પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.