જૂનાગઢ ખલીલપુર ચોકડી પાસે કારનાં ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા એકને ઈજા પહોંચી
copy image

જૂનાગઢ ખલીલપુર ચોકડી પાસે કારનાં ચાલકે બેફિકરાઈ અને પૂરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને હડફેટે લઈ ઈજા પહોંચાડતા પોલીસે ફરિયાદ દાખલ થઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જેતપુરનાં નવાગઢ ગામે રહેતા હિતેષભાઈ મનસુખભાઈ હરસોરા અન્ય એક વ્યક્તિ સાથે પોતાનું બાઈક લઈ જૂનાગઢનાં ખલીલપુર રોડ પરથી જેતપુર જઈ રહ્યાં હતા. એ દરમિયાન ધોરાજી ચોકડી પાસે એક સફેદ કલરની કારનાં ચાલકે બેફિકરાઈ અને પૂરપાટ ઝડપે ચલાવી હિતેષભાઈનાં બાઈકને ઓવરટેક કરી ટકર મારી રોડ ઉપરથી નીચે પછાડી દીધી હતી. જેથી હિતેષભાઈને પગનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમજ કારનો ચાલક નાસી જતા એ-ડિવીઝન પોલીસ મથકમાં એક અજાણ્યા કારનાં ચાલક સામે ફરિયાદ લખાવી છે. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.