જદુરાના સીમાડામાં ભુજનો શખ્સ બંદૂક સાથે ઝડપી પડાયો  

ભુજ તાલુકાનાં જદુરા ગામની સીમમાંથી પોલીસે ભુજમાં ભીડનાકાં બહાર હનુમાન મંદિર પાસે રહેતા રજબઅલી બરકતઅલી પઠાણને દેશી બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધાયો હતો. પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ પેટ્રોલિંગ દરમ્યાન ડુંગરાળ વિસ્તારમાં બાવળોની ઝાડી વચ્ચેથી આરોપીને ઝડપી તેની પાસેથી ગેરકાયદેસર દેશી બંદૂક જપ્ત કરી હતી. આ પછી તેની સામે માનકૂવા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવાયો હતો. આરોપી પાસે આ હથિયાર કયાંથી અને કયા ઇરાદે આવ્યું તેના સહિતની તજવીજ પોલીસે હાથ ધરી છે.