આદિપુરમાં ગેરેજમાંથી કારની ચોરી

મેઘપર બોરીચી રહેતા મનીષ સુખરામ જૈનનો પુત્ર હર્ષ આદિપુરના રામબાગ રોડ પર આવેલી કચ્છ કાર કેર નામના ગેરેજમાં કાર રિપેરિંગ માટે રાખી આવ્યો હતો. સવારના અરસામાં તેઓ સામખીયારી ઓફિસે હતા. ત્યારે ગેરેજના માલિક કુમુદકુમાર કુશ્વાહાનો ફોન આવ્યો હતો કે તમે કાર લઈ ગયા ? આ ફોન આવતા જ તેમને ફાળ પડી હતી અને તેઓ આદિપુર પહોચ્યા હતા. જાતે તપાસ કરી પરંતુ ન મળતા અજાણ્યા શખ્સો તેમની રૂ. 4,00,000 ની કિંમતની કાર ગેરેજ પાસેથી લઈ ગયા હોવાની ફરિયાદ તેમણે આદિપુર પોલીસ સ્ટેશને દાખલ કરાવી હતી. પીએસઆઈ એચ.એસ.તિવારીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.