બોટાદ પોલીસે શરાબની 8 બોટલ સાથે 1 શખ્સને દબોચી લીધો

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે શાક માર્કેટ પાંજરાપોળની પાછળની દીવાલ પાસેથી ભારતીય બનાવટ ના ઈંગ્લિશ શરાબની 8 બોટલ સાથે એક શખ્સને પકડી પાડી શરાબ આપનારા 2 શખ્સો સહિત 3 લોકો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ઘરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સવારના અરસામાં શાક માર્કેટ પાંજરાપોળની પાછળની દીવાલ પાસેથી હિરેન અશોક ઓળકિયાને ભારતીય બનાવટની ઇંગ્લિશ શરાબની 8 બોટલ કિંમત રૂ2,800 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી આ શખ્સને શરાબ આપનાર ધરમ ઉર્ફે ટીકુ ધુધા રાઠોડ અને રાકેશ ઉર્ફે કાળું ભરત ડાભી વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.