ગાંધીધામના નવી સુંદરપુરી રહેતો પરિવાર લૌકિક માટે વતન ગયો, પાછળથી નિશાચરોએ બંધ ઘરના તાળા તોડી તસ્કરી કરી

ગાંધીધામના નવી સુંદરપુરી રહેતો પરિવાર પોતાના વતનમાં લૌકીક ક્રીયા માટે ગયા બાદ નિશાચરોએ બંધ મકાનના તાળા તોડી રૂ.5,000 ની તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, આ બાબતે પોલીસે હજી ફરિયાદ અરજી સ્વીકારી હોવાનું ભોગ બનનાર પરિવારે જણાવ્યું હતું. આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર નવી સુંદરપુરી ખાતે રહેતા આલાભાઈ ધુડાભાઈનો પરિવાર પોતાના પાટણના સમી તાલુકાના ગામડે મરણપ્રસંગે લોકીક ક્રીયા માટે ઘર બંધ કરીને ગયો હતો. તેમના પુત્ર ચેતનભાઇ આલાભાઇ ગઇકાલના અરસામાં ઘરે પરત ફર્યા ત્યારે ઘરના તાળા તૂટેલા જોતાં તેઓ ઘરમાં ગયા તો સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરી થઇ હોવાનો અંદાજ આવતાં તેમણે તપાસ કરતાં તસ્કરોએ તાળા તોડી રૂ.5,000 રોકડની તસ્કરી કરી હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે પરિવારને જાણ કરી આ બાબતે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.