ધોરાજીમાં દારૂ-બીયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

ધોરાજીમાં વિદેશી દારૂ અને બિયર સાથે સુનિલ પ્રકાશભાઈ હોતવાણી અને ભાવેશ જયેન્દ્રભાઈ કેસરીયા નામના બે ઇસમોને પોલીસે પકડી પાડ્યા રૂ.38,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીમાં પોલીસ ઈન્સ્પેકટર ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો પોલીસ પેટ્રોલીંગમાં હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.