મોરબીના લાલપર ગામે જુગાર રમતા 3 ઇસમો ઝડપી પડાયા
મોરબીના લાલપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને તાલુકા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા જયંતીભાઈ કહેરભાઈ મકવાણા, અશ્વિનભાઈ જેઠાભાઈ સોલંકી અને જગદીશભાઈ ઘનશ્યામભાઈ પાટડીયાને રોકડ રકમ રૂ.૯,૩૫૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.