ગોંડલના મોવિયા રોડ અને બાંદરા ગામેથી ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઇસમોને દબોચી લીધા
રાજકોટ,ગોંડલ શહેર પંથકમાં નાની-મોટી તસ્કરીના બનાવો વધી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસ તંત્ર સતર્ક બન્યું હોય રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે તસ્કરીના બાઈક સાથે બે ઇસમોને પકડી પાડીને તેની સામે તજવીજ હાથ ધરી હતી.ગોંડલના મોવિયા રોડ પર ઘાંચી જમાતખાના પાસે રહેતો અઝરુદ્દીન ઉર્ફે અજુબાપુ અનવર મિયા કાદરી ચોરાઉ બાઇક સાથે શહેરમાં ફરતો હોવાની બાતમીના આધારે રાજકોટ શહેરના ઉગમ સર્કલ પાસેથી ઉપરોક્ત ઈસમને પકડી પાડી રૂપિયા 15,000 નું બાઈક જપ્ત કરી તજવીજ હાથ ધરી હતી. જયારે ગોંડલના બાંદરા ગામે રામજીમંદિર પાસે રહેતા રાહુલભાઇ પરષોતમભાઇ ઘોણીયાને ગોંડલ તાલુકાના બાંદરા ગામેથી ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસ તપાસના જાણવા મળતી વિગતો અનુસાર ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયેલ ઈસમ અઝરુદ્દીન ઉર્ફે અજુબાપુ અનવર મિયા કાદરી અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.