મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા ચાર સાગરીતો પકડાયા

મોરબીના ત્રાજપર વિસ્તરમાં જાહેરમાં જુગાર રમતા ચાર સાગરીતોઓને પકડી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર વિસ્તારમાં રામદેવભાઈ ખોડાભાઈ ધંધાળીયા, માનવભાઈ રઘુભાઈ બારૈયા, ભગવાનજીભાઈ ખોડાભાઈ ધંધાળીયા અને નવઘણભાઈ રેવાભાઈ પાંચિયાને રોકડ રકમ રૂ.૪,૭૮૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.