વાંકાનેરના નવાપરામાં બાઈકમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરનાર બે શખ્સો પકડાયા
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી પોલીસે બાઈકમાં અંગ્રેજી દારૂ લઇ જતા બે શખ્સોને પકડી પાડીને મુદામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી દાદા મંદિર પાસેથી બાઈક જીજે ૧૩ એજી ૬૯૮૩ પસાર થતા બાઈકને રોકી તલાશી લેતા અંગ્રેજી દારૂની ૦૪ બોટલ મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સહીત ૨૧,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી વિપુલ ધુળાભાઈ ડાભી અને દેવશી રૂપાભાઇ ડાભી રહે બંને લાખામાસી તા.થાન વાળાને પકડી પાડીને વધુ તજવીજ ચલાવી છે.