મોરબી અને જામનગર દારૂ કેસનો આરોપી પકડાયો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં દારૂના 3 ગુનામાં નાસતો-ફરતો અને મોરબી શહેરના દારૂના ગુનામાં ફરાર શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડી ધ્રોલ પોલીસના હવાલે કર્યો છે. જામનગર પેરોલફર્લો સ્ક્વોડે બાતમીદારોના સહારે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર જલારામ રેસ્ટોરન્ટની પાસેથી મોરબીના અને જામનગરના દારૂ પ્રકરણમાં સંડોવાયેલા હિતેશ ઉર્ફે ભીખો ઉર્ફે બાઠિયો કરશન ખીચડા ઈસમને આંતરી લીધો હતો. પેરોલફર્લો સ્ક્વોડે આ ઈસમની અટક કરી ધ્રોલ પોલીસના હવાલે કર્યો છે. આ ઈસમની સામે ધ્રોલ પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ફરિયાદો નોંધાઇ છે. જ્યારે ગત વર્ષે જ મોરબીના સિટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી. આ તમામ ગુન્હામાં આરોપી આજ દિવસ સુધી ફરાર હતો.