શંકાસ્પદ સીપીયુ કેમીકલના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

ગાંધીધામમાં મીઠીરોહરના ગોડાઉનમાંથી પોલીસે શંકાસ્પદ સીપીયુ કેમીકલનો 18 હજારનો જથ્થો કબ્જે કર્યો હતો. સાથે બે શખ્સોને રાઉન્ડઅપ કરીને જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ હાથ હતી. ગાંધીધામના બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે મીઠીરોહરના પ્રેમપ્રભુ હોટલના વાડામાં તપાસ કરી હતી. જ્યાં સીપીયુ ભરેલા 35 લીટરની ક્ષમતા ધરાવતા 10 કેરબા વાનમાંથી મળી આવ્યા હતા. આમ 17,500 ની કિંમતનો શંકાસ્પદ 350 લીટર સીપીયુ કેમીકલનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે મુસ્તાક મામદ સોઢા (ઉ.વ.20) (રહે. સોઢા ફળીયું, મીઠીરોહર), અસગર ઉમરભાઈ સોઢા (ઉ.વ.22) (રહે. ભારમલ ફળીયું, મીઠીરોહર) ને જપ્ત જથ્થા, કાર, બે મોબાઈલ મળીને કુલ 1,87,750ના મુદામાલ સાથે પકડી લીધા હતા. આ કામગીરીમાં પીઆઈ કે.પી. સાગઠીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.