ઉંચા વ્યાજે નાણાના ધીરધાર કરનાર અને તે રૂપિયા કઢાવવા માટે માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવાના ગુના કામેની ફરાર બંને આરોપણોને પકડી પાડતી અંજાર પોલીસ 

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.પટેલ સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુ.ર.ન 1199300322 0004/2022 આઈ.પી.સી. કલમ 306/506(2), 294(ખ), 384, 114 તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ કલમ 42(એ), 42(ડી), 42(ઇ),47 મુજબના ગુન્હા કામે ફરિયાદીને ઉંચા વ્યાજે પૈસા આપી ફરિયાદી પાસેથી વસુલી કરી અને ફરિયાદી પાસેથી લીધેલ બે કોરા ચેક બાઉંસ કરાવી ફરિયાદીને તથા ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી તથા ફરીના ભાઈ અનિશભાઈ પાસેથી અવાર નવાર પૈસાની ઉઘરાણી કરી ગેરકાયદેસર ઉંચા વ્યાજે પૈસા વસુલી તેમજ બળજબરી પુર્વક નાણા કઢાવી લેવા ધમકીઓ આપી ફરિયાદી તથા ફરીના ભાઈ વધુ પૈસા ન આપી શક્તા તેઓને અવાર નવાર માનસિક ત્રાસ આપી ફરીના ભાઈ અનીશને મરવા માટે મજબુર કરી જેથી આજરોજ ફરીના ભાઈ અનિશભાઈ ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હોઈ જેથી દુષ્પ્રેરણ કરી ગુનો કરેલ હોઈ જે કામેની મુખ્ય આરોપણ બંને બહેનો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્મુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એસ.એન.ગડડુ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આ કામની આરોપણ આરતી ઈશ્વરગર ગોસ્વામી તથા રિયા ઈશ્વરગર ગોસ્વામી રહે. બંને મંકલેશ્વરનગર અંજાર વાળી અંજારમાં આવેલ મેઘપર બોરીચીમાં રેલ્વે ફાટક પાસે હોવાની ચોક્કસ હકીકત મળતા ઉપરોક્ત ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં  અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એસ.એન. ગડડુ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે રહેલ હતા.