મોરબીના રણછોડનગરમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

મોરબીના રણછોડનગર આંબેડકર સ્કુલ પાસે વેચાણ કરવાના ઈરાદે દારૂની હેરાફેરી કરતા ઈસમને દારૂના મુદામાલ સાથે પકડી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર આંબેડકર સ્કુલ પાસે શેરીમાંથી આરોપી આરીફભાઈ અબ્દુલભાઈ પારેડીને વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ કિંમત રૂ.૪,૨૦૦ સાથે વેચાણ કરવાના ઈરાદે રાખેલ હોવાની માહિતી સાથે તપાસ કરી તેને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.