ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે દાખલ થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી ફરિયાદીનો ચોરીમાં ગયેલ રૂ.9,99,000 ના સોનાચાંદીના દાગીના રિકવર કરી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરંભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન. પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલસી સ્ટેશન મધ્યે એ પાર્ટ ગુ.ર.ન. 185/2022 આઈ.પી.સી. કલમ 454,457,380 મુજબનો ગુનો તા. 21/2/2022 ના જાહેર થયેલ હોઈ અને આ કામેના ફરિયાદીના બંધ મકાનના તાળાં તોડી અને અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના આશરે રૂ.9,99,000 ની કિંમતના ચોરી થયેલ હોવાનો ઉપરોક્ત ગુનો રજીસ્ટર થયેલ. જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી પી.વી.વાઘેલા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ હ્મુમન રિસોસીર તેમજ નેત્રમ કેમેરાનો ઉપયોગ કરી વણશોધાયેલ ગુનો શોધી કાઢવા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ ઇન્ચાર્જ એ.એસ. આઈ પંકજકુમાર આર કુશવાહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમો જિલ્લા ઉધ્યોગ સર્કલ પાસેથી નીકળી રહેલ છે. અને તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે સર્વેલન્સ ટીમને પોલીસ સ્ટેશન મધ્યે બોલાવી અને હકીકતની સમજ કરી તેમજ ત.ક.અ પો.ઇન્સ શ્રી નાઓએ સમજ કરી ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ પહોચી અને બાતમીવાળા ઇસમોના વર્ણનવાળા બે ઇસમો જોવામાં આવતા તેઓને રાઉન્ડ અપ કરેલ અને ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ કરતાં તેઓએ ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ હોઈ અને પુછપરછ દરમ્યાન તેઓના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવેલ હોઈ જેથી તેઓ બંનેની વિરૂધ્ધમાં પ્રોહિબિશન એક્ટ તળે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. બાદ સદર ગુના કામેના શંકાસ્પદ આરોપીઓની ગુના સબબ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેઓએ આ કામેના ફરિયાદીના ઘરેથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તેના રહેણાંક મકાનના આંગણામાં દાટેલ હોવાનું જણાવતા હોઈ જેથી સદર ગુના કામે તેઓને સદર ગુના કામે ધોરણસર અટક કરવામાં આવેલ અને તેઓને સાથે રાખી ચોરીમાં સંતાડેલ સોના ચાંદીના દાગીના તેઓના રહેણાંક મકાનના આંગણામાંથી શોધી રિકવર કરવામાં આવેલ છે અને ગુના કામે વધુ પુછપરછ ત.ક.અ. પો.ઇન્સ શ્રી પી.વી વાઘેલા સાહેબનાઓ ચલાવી રહેલ છે.બે આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી કુલ રૂ. 9,99,000 ના સોના ચાંદીના દાગીના આરોપીના રહેણાંક મકાનમાંથી કબ્જે કરેલ.