મોરબી શહેરમાં ત્રણ સ્થળે વરલીનો જુગાર રમતા ત્રણ ઇસમો પકડાયા

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળે જાહેરમાં વરલીના આંકડા આધારિત જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પ્રથમ બનાવમાં મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના પંચાસર રોડ શક્તિપાનવાળી શેરીમાં એટલ્સ ટાઈલ્સ નજીક જાહેરમાં વરલી ફીચરના આંકડા આધારિત જુગાર રમી રમાડતો વિશાલભાઈ લખમણભાઈ પરમારને રોકડ રકમ રૂ.૭૪૦ સાથે પકડી લીધો હતો. જ્યારે મોરબીના પંચાસર રોડ શક્તિપાન વાળી શેરી મોમાઈ વેલ્ડીંગ નજીક જાહેરમાં વરલી ફીચારના આકડા આધારિત જુગાર રમી રમાડતો રમણીકભાઈ મનુભાઈ ડાભીને રોકડ રકમ રૂ.૫૬૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રીજા બનાવમાં મોરબીના લીલાપર રોડ પર ગોપાલ કારખાના નજીક જાહેરમાં વરલી ફીચારના આંકડા આધારિત જુગાર રમી રમાડતો કેતનભાઈ ગોપાલભાઈ ભડાણીયાને રોકડ રકમ રૂ.૨૨૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.