મોરબીમાં જુગાર રમતા આઠ સાગરીતો ઝડપી પડાયા

મોરબીના વિસીપરા વિસ્તારમાં પંચની માતાના ચોકમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૮ સાગરીતોઓને પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાં પંચની માતાના ચોક નજીક જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ જીવરાજભાઈ કગથરા, અનિલભાઈ ધનજીભાઈ મોરવાડિયા, રૂપેશભાઈ ધીરુભાઈ જખવાડીયા, અનિલભાઈ ગિરધરભાઈ વરાણીયા, જયેશભાઈ જેરામભાઈ વરાણીયા, રવિભાઈ વેરશીભાઈ કગથરા, અમિતભાઈ બાબુભાઈ ઝીંઝવાડિયા અને શનીભાઈ ધીરુભાઈ જખવાડિયાને રોકડ રકમ રૂ.૨૮,૩૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.