વિજાપુર તાલુકાના ફુદેડા ગામે વળાંકમાં બાઇક સ્લીપ થઇ જતાં યુવકનું મૃત્યુ

મહેસાણા, વિજાપુર તાલુકાના ફુદેડા ગામે વળાંકમાં રોડ ઉપર બાઇક સ્લીપ ખાઇ જતાં ઇડરના ભદ્રેસર ગામના યુવકનું ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. લાડોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઇડર તાલુકાના ભદ્રેસર ગામના પોપટસિંહ ઇન્દ્રસિંહ મકવાણાના ભાઇ અર્જુનસિંહ ઇન્દ્રસિંહ મકવાણા બપોરના અરસામાં વિજાપુર તાલુકાના ફુદેડા ગામ પાસે વળાંકમાંથી પોતાનું બાઇક (જીજે 02 એએમ 3459) લઇ પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક સ્લીપ ખાઇ જતાં તેઓ રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ પહોચી હતી. જેમને સારવાર માટે દવાખાને ખસેડાતાં સારવાર દરમિયાન મ્ર્ત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ પોપટસિંહ મકવાણાએ લાડોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.