મુન્દ્રા તાલુકાનાં ગુંદાલા રોડ ઉપર આવેલ શ્રીનગરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મુન્દ્રા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા પો.સબ. ઇન્સ. આઇ. એચ. હિંગોરાનાઓના માર્ગદર્શન ઠેઠળ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શ્રીનગર, ગુંદાલા રોડ, બારોઈ તા. મુન્દ્રા મધ્યે આવેલ સોસાયટીમાં ભાડાનું મકાન રાખી હરી વિશ્રામ ગઢવી રહે. શેખડિયા તા. મુન્દ્રા તે મકાનમાં ગેરકાયદેસર રીતે મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખીને વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ દરોડો પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ વ્હીસ્કી 750 એમએલની કાચની શીલ બંધ બોટલ નંગ 60 કિંમત રૂ.22,500 અન્ય મુદામાલ મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ.5,000 એમ કુલ કિંમત રૂ. 27,500 ના મુદામાલ જપ્ત કરી દરોડા દરમ્યાન હાજર મળી આવેલ શખ્સ વિરૂધ્ધ મુન્દ્રા પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.