વિરમગામમાંથી 4 શખ્સો 13 હજારના મુદ્દામાલ સાથે પકડાયા

વિરમગામ પોલીસે મીલ રોડ પર જોગણી માતાના મંદિર પાસે દરોડા પાડી 4 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્ય હતા. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ.ગામેતી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા શખ્સો ઉપર વોચ રાખવા સુચના આપી હતી. જે આધારે આ.પો.કો. વિરસંગજી પ્રભુજીને ખાનગી બાતમીદારથી માહિતી મળી કે, વિરમગામ મીલ રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાંક શખ્સો જુગાર રમાડે છે જે હકીકતની જાણ થતા ઇ.પો.ઇન્સ. એસ.એસ.ગામેતી વગેરેની ટીમ દ્વારા દરોડો પાડવાનું આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસો હકીકત વાળી જગ્યાએ પંચો સાથે દરોડો પાડતા રોહિતકુમાર હરચંદજી જોષી, કિશન પ્રહલાદભાઇ ઠાકોર,રવિ સોહનસિંહ રાજપુત,જગદિશભાઇ પોપટભાઇ ઠાકોરને કુલ રૂ.13,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી.