ગાગોદરમાંથી બાઈકની તસ્કરી  

રાપર તાલુકાનાં ગાગોદર ગામમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતા હીરાભાઈ સકતાભાઈ ભરવાડ પોતાના ઘરે સુતા હતા. ત્યારે રાત્રિના અરસામાં તેમના આંગણામાં પાર્ક કરેલી 30 હજારની કિંમતનું બાઇક નિશાચરો તસ્કરી કરી ગયા હતા. બનાવ પગલે બાઇક માલિકે આ બાબતે આડેસર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.