મેંદરડાના દાત્રાણા-રામપરા માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચે અસ્કમત : એકનું મૃત્યુ

જુનાગઢ,મેંદરડાના દાત્રાણા-રામપરા ગામના રોડ પર રોંગ સાઇડમાં ફોરવ્હીલના ચાલકે આવી છકડો રીક્ષાને હડફેટે લઇ લેતાં રિક્ષામાં બેઠેલા બન્ને ઇસમોને ઇજા કરતાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થવા પામતા દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળેલ છે. તાલાલાના ગોકુલનગર સોસાયટીમાં રહેતા માલદેભાઇ બાબુભાઈ ગાધેએ મેંદરડા પોલીસમાં લખાવેલી ફરિયાદમાં આરોપી રાહુલભાઈ નંદાણીયા તથા મરણ જનાર અભયભાઈ કાનાભાઈ સોલંકી બન્ને જુનાગઢથી આવતા હોય ત્યારે રાત્રિનાં અરસામાં દાત્રાણા-રામપરા ગામ વચ્ચે આરોપીના હવાલાવાળી ફોરવ્હીલ કાર જેના રજીસ્ટર નંબર વિનાની ફોર વ્હીલ રોંગસાઇડમાં આવી પુરઝડપે ચલાવી સામેથી આવતા છકડો રીક્ષા નં.જીજે 03 યુ 8571ની સાથે ભટકાવી દેતા અંદર બેઠેલા અભયભાઈ કાનાભાઈ સોલંકીને ગંભીર ઇજા પહોચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નોંધાતા મેંદરડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.