વાંકાનેરની લુણસરીયા ફાટક પાસેથી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડી પડાયો

વાંકાનેર શહેરની લુણસરીયા ફાટક પાસેથી પોલીસે અંગ્રેજી દારૂની બાટલી સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લુણસરીયા ફાટક પાસેથી આરોપી પ્રકાશ ઉર્ફે લાલો હસમુખ માણેક રહે ચોટીલા થાન રોડ વાળાને પકડી પાડીને આરોપીના કબજામાં રહેલ અંગ્રેજી દારૂની ૦૧ બોટલ કિંમત રૂ.૩૫૦ કબ્જે કરી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની તજવીજ હાથ ધરી છે.