ટપ્પરમાં વાછરાદાદા મંદિરનો દરવાજો તોડી દાનપેટીમાંથી રોકડ રકમની તસ્કરી કરી ગયા  

પૂર્વ કચ્છના અંજારના બે મંદિરોમાંથી તસ્કરી કરનાર ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પરંતુ પૂર્વ કચ્છમાં ત્યારબાદ વધુ એક મંદિર તસ્કરીની ઘટના ટપ્પર ખાતે બની છે. જેમાં ટપ્પર ખાતે આવેલા વાછરાદાદા મંદિરની સેવા પૂજા કરતા 65 વર્ષીય મોહનગર વીરગર ગુંસાઇએ દુધઇ પોલીસ સ્ટેશને કરેલી જાણ અનુસાર તા.22/2 ના સવારના અરસામાં નિત્યક્રમ મુજબ પૂજાપાટ કરી મંદિરનો દરવાજો બંધ કરીને ગયા બાદ સાંજના અરસામાં ફરી તેઓ મંદિરે આવ્યા. ત્યારે દરવાજાના તાળા તૂટેલા હતા. અંદર દાનપેટીનું તાળું તૂટેલું અને ખાલી પડી હતી. તેમણે કોઇ અજાણ્યા શખ્સો મંદિરની દાનપેટીમાં રહેલી રોકડ રકમની તસ્કરી કરી ગયા હોવાનું દુધઇ પોલીસને જણાવ્યું હતું.