ભુજના નિવૃત વ્યક્તિ સાથે ભાડે મકાન લેવાનું કહી તેની સાથે કરાઇ 98 હજારની છેતરપિંડી

ભુજના નિવૃત વ્યક્તિ સાથે ભાડે મકાન લેવવાનું કહી આર્મીના કેપ્ટન નામે અજાણ્યા ઇસમોએ ઓનલાઇન તબકાવાર નાણા મેળવી રૂપિયા 98 હજારની છેતરપીંડી વિશ્વાસઘાત કરાતાં ભોગબનારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા કોલર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ લખવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ ગોવાળ શેરી મધ્યે રહેતા નિવૃત પ્રિતમભાઇ રસીકલાલ મહેતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, અજાણ્યા વ્યક્તિ રવિકુમારે પોતે આર્મીમાં કેપ્ટન હોવાનુ઼ જણાવીને વિશ્વાસમાં લઇ ફરિયાદીના ફોન પર ફરિયાદીના પત્ની સાથે વાત કરીને પોતાને ભાડા પર મકાન લેવાનું તેવું કહીને વિશ્વાસમાં લઇને ફરિયાદીના બેન્ક એકાઉન્ટના નંબરો સહિતની વિગતો જાણી ગુગલ મારફતે ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 18 હજાર, 49 હજાર અને 31 હજાર મળી કુલ રૂપિયા 98 હજાર ઉપાડી લઇ ફરિયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘા કરતાં ભોગબનાર ફરિયાદીએ રવિકુમાર નામના આજાણ્યા ઈસમ તેમજ ફોન નંબર અને બેક એકાઉન્ટના ધારક વિરુધ ફોજદારી ફરીયાદ લખાવી છે. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તજવીજ હાથ ધરી છે.