કડીમાંથી એસઓજીની ટીમે તસ્કરીના બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા, કડી તાલુકામાં આવેલા કરણ નગર રોડ પર મહેસાણા એસઓજી ટીમે બાતમીના આધારે તસ્કરીના બાઈક સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. બાદમાં આ શખ્સને વધુ તપાસ માટે કડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. તેમજ તસ્કરીના બાઈક અંગે પૂછપરછ આદરી હતી. મહેસાણા એસઓજી ટીમ કડી તાલુકામાં પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ તસ્કરીના બાઈક સાથે મામલતદાર ચોકડી થી કરણ નગર રોડ પર જવાનો છે. જેથી બાતમીના આધારે એસઓજી ટીમે વોચ ગોઠવી કડીના ઠાકોર બાબુજીને બાઈક સાથે પકડી લીધો હતો. તપાસ દરમિયાન પકડાયેલા શખ્સે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેમાં તેના મૃતક પિતા ઠાકોર તખાજીએ ચાર વર્ષ અગાઉ બાઈક ક્યાંથી લીધું હતું એ જાણ નહીં હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.