7 વર્ષથી નાસતો ફરતો રાજસ્થાની ઈસમ પકડાયો

જામનગર સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં 2015થી અંગ્રેજી દારૂના ગુનામાં નાસતો ફરતો રાજસ્થાનના ઈસમને એલસીબીએ ઝડપી પાડી સિટી-બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે. જામનગર સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2015માં અંગ્રેજી દારૂનો ગુનો દાખલ થયો હતો. જેમાં રાજસ્થાનના રહેવાસી દીપેન્દ્ર બનવારીલાલ યોગી નામનો ઈસમ 7 વર્ષથી ફરાર હતો. જે અંગેની બાતમી એલસીબીના કિશોર પરમાર અને વનરાજ મકવાણાને મળતા તેમણે રાજસ્થાનના રાનોલી પોલીસ મથક પાસે આવેલ દીપ હોટલ નજીકથી ઝડપી પાડી સિટી-બી ડિવિઝન પોલીસના હવાલે કરી આગળની તજવીજ હાથ ધરી છે.