શીલમાંથી 78 બોટલ દારૂ ઝડપાયો, બે ઇસમો ઝડપાયા

જૂનાગઢ, માંગરોળ પંથકનાં શીલ ગામે રહેતા બે શખ્સ દારૂનું છૂટક વેંચાણ કરવા માટે બહારથી મંગાવ્યો હોય પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડ્યો હતો. અને દારૂનો જથ્થો જપ્ત કરી આ બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર માંગરોળનાં શીલ ગામે રહેતા ઋષિકેશ બાલુભાઈ કામળીયા અને હિતેષ કચરાભાઈ ભરડાએ દારૂ છૂટક વેંચાણ કરવા માટે બહારથી મંગાવ્યો હોય અને ઋષિકેશની દુકાનમાં રાખ્યો હોય પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યો હતો અને 78 બોટલ મળી આવી હતી. પોલીસે આ બંને ઇસમોની ધરપકડ કરી હતી. અને મોબાઈલ સહિત રૂ.41,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો એ કડી મેળવવા પૂછપરછ હાથ ધરી હતી.