આમોદમાં મોબાઈલ ટોર્ચના અજવાળે જુગાર રમતા 4 સાગરીતો ઝડપાયા
ભરૂચ, આમોદના પુરસા રોડ નવી નગરી પાછળ જુગાર રમતા હોવાની બાતમી આમોદ પોલીસને મળતા પોલીસે દરોડો પાડતા ચાર સાગરીતોને પકડી લીધા હતા. આમોદ નગરમાં આવેલા પુરસા રોડ નવીનગરી પાછળ ખુલ્લામાં મોબાઈલ ટોર્ચના અજવાળે સાગરીતો જુગાર રમતા હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. જેથી પોલીસે જગ્યાએ દરોડો પાડતા પાનાપત્તા વડે જાહેરમાં જુગાર રમતાં ઈરફાન જીતસંગ ચૌહાણ, આબાદખાન અકબરખાન ખાનસાબ, વિજય વિનોદ વસાવા, હસમુખ મેલા માછી જુગાર રમતાં પકડાઈ ગયા હતા. તેમની પાસેથી પોલીસે અંગજડતી તથા દાવ ઉપરના રોકડા 10 હજાર તથા 3 નંગ મોબાઈલ જેની કિંમત 20 હજાર મળી કુલ 31 હજારના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં. જ્યારે મુબારક પટેલ ફરાર થયો હતો. પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.