ગાંધીધામમાં બાઇક પર દારૂની હેરફેર કરતો સાગરીત 11 બોટલ સાથે ઝડપી પડાયો
ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલ સર્કલ પાસે ગત રાત્રિના અરસામાં બાતમીના આધારે વોચમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે બાઇક પર વિદેશી દારૂની હેરફેરી કરી રહેલા સેક્ટર-7, પુનમ સોસાયટીમાં રહેતા પ્રકાશ કાનજીભાઇ કન્નરને રૂ.7,100 ની કિંમતના ઇંગ્લીશ દારૂની 11 બોટલ સાથે ઝડપી બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ.42,100 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ થયો હતો. આ દરોડામાં બીજો આરોપી ગણેશનગરમા઼ રહેતો કાનજી ડાહ્યાભાઇ સુંઢા હાજર મળ્યો ન હતો.