ભુજમાં 35 હજારના શંકાસ્પદ વાયર ભરેલી બોરીઓ સાથે ઈસમ પકડાયો

ભુજના ભીડનાકા બહાર ટ્રાન્સપોર્ટની ઓફિસની બહારથી શંકાસ્પદ 35 હજારની કિંમતના વાયરના ગુંચડા ભરેલા છ કોથડા સાથે ઈસમને એલસીબીએ પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમની ટીમે બાતમીના આધારે ભીડનાકા બહાર કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટની ઓફિસની બહારથી અબાસ ઓસમાણ કુંભાર (ઉ.વ.50) રહે કુંભાર ફળિયું ભુજવાળાને શંકાસ્પદ વાયરોથી ભરેલા છ કોથડા સાથે ધરપકડ કરી આધારપુરાવા અંગે પુછતાં તેની પાસે કોઇ આધાર ન હોવાથી પોલીસે તેના કબજામાં રહેલ 500 કિલો વાયરનો જથ્થો અને એક મોબાઇલ સહિતના મુદામાલ સાથે અટક કરીને આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે.